ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર @gseb.org

ધોરણ 12 પરિણામ 2022 જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 સમાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે એટલે કે શનિવારે, છે તો ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 કલાકે https://www.gseb.org/ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તો, 6 જુનના રોજ ધોરણ 10નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે.

કેવી રીતે પરિણામ જોઈ શકાશે

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે તમારે વેબસાઇટ gseb.org પર જવું પડશે
  • સ્ટેપ 2- GSEB વેબસાઈટ પર તમારે આવતીકાલે સવારે 8 વાગ્યા બાદ HSC Result 2022 લીક પર ક્લિક કરવાનું રહેશે, જ્યારે 6 જૂને SSC Result 2022 લિંક પર ક્લિક કરશો
  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર (રોલ નંબર) ટાઈપ કરો.
  • સ્ટેપ 3- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- તમારૂ પરિણામ તમને સ્ક્રીન પર જોવા મળશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડની પરીક્ષા આ વર્ષે નિયત સમય કરતા મોડી શરૂ થઈ હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ (Board Exam )ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. બોર્ડમાં SSCEની પરીક્ષા તારીખ 28 માર્ચ 2022થી લઈને 9 એપ્રિલ 2022 સુધી યોજાઈ હતી, જ્યારે HSCE ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષા 28 માર્ચ 2022થી શરૂ થઈ 12 એપ્રિલ 2022 સુધી યોજાઈ હતી.

અહીંથી પરિણામ જુઓ 12 સામાન્ય પ્રવાહનું

ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, જે તેના આગળના વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર થયું હતું. માર્ચ 2020માં લેવાયેલી ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા આવ્યું હતું. જે 2019 કરતા પરિણામ 3.02 ટકા વધારે હતું

1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું


આ વખતે સુબીર,છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.

SocioEducation News Website
ગુજરાતના તમામ શૈક્ષણિક સમાચાર, નોકરીની માહિતી, સરકારી યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાનું મટીરીયલ્સ સહીત વધુ વાંચો SocioEducation પર

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો