google news

સુશ્રી કલ્પના દત્ત, 27th July

કલ્પના દત્ત (૨૭ જુલાઈ ૧૯૧૩ – ૮ ફેબ્રુઆરી ૧૯૯૫) (પાછળથી કલ્પના જોશી) એક ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને સૂર્ય સેનની આગેવાની હેઠળ યોજાયેલી સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળના સભ્ય હતા, જેણે ૧૯૩૦ માં ચિત્તગોંગ (ચટગાંવ) શસ્ત્રાગાર પર દરોડો પાડ્યો હતો. બાદમાં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થયા અને ઈ.સ. ૧૯૪૩ માં ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પૂરણચંદ જોશી સાથે લગ્ન કર્યા.

પ્રારંભિક જીવન


કલ્પના દત્તનો જન્મ બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતના ચિત્તાગોંગ જિલ્લાના એક ગામ શ્રીપુર ખાતે થયો હતો, (આ ગામ હવે બૉલખાલી ઉપજિલ્લા, બાંગ્લાદેશમાં આવેલું છે). ચિત્તાગોંગથી ઈ.સ. ૧૯૨૯ માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ કોલકાતા ગયા અને વિજ્ઞાનમાં સ્નાતકના અભ્યાસ માટે બેથુન કોલેજમાં જોડાયા. ટૂંક સમયમાં, તે છત્રિ સંગઠન નામના એક મહિલા વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા જે એક અર્ધ-ક્રાંતિકારી સંસ્થા હતી. તેમાં બીના દાસ અને પ્રીતિલતા વાડ્ડેદાર પણ સક્રિય સભ્ય હતા.

સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળ


૧૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. મે ૧૯૩૧ માં તેઓ સૂર્ય સેનની આગેવાની હેઠળ સશસ્ત્ર ક્રાંતિકારી જૂથ “ભારતીય રિપબ્લિકન આર્મી, ચટગ્રામ શાખા” માં જોડાયા. સપ્ટેમ્બર, ૧૯૩૧ માં સૂર્ય સેને તેને પ્રિતિલતા વાડ્ડેદારની સાથે ચિતાગોંગમાં યુરોપિયન ક્લબ પર હુમલો કરવાની જવાબદારી સોંપી. પરંતુ આ હુમલાના એક અઠવાડિયા પહેલા, તે વિસ્તારની જાસૂસી કાર્યવાહી કરતી વખતે તેણીની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા બાદ તે ભૂગર્ભમાં ગઈ હતી. ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૩ ના દિવસે પોલીસે તેમના છુપાવવાના સ્થાન ગેરીલા ગામને ઘેરી લીધું હતું, અને સૂર્ય સેનની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કલ્પના ત્યાંથી છટકી ગયાં.

છેવટે ૧૯મી મે ૧૯૩૩ ના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી. ચિત્તાગોંગ આર્મરી રેઇડ કેસની બીજી પૂરક સુનવણીમાં, કલ્પનાને આજીવન હદપારની સજા કરવામાં આવી. તેણીને ૧૯૩૯ માં મુક્ત કરવામાં આવી હતી.

કારગિલ વિજય દિન, 26 July
શ્રી ચંદ્રશેખર આઝાદ, દિવસ મહિમા Date : 23/07/2022
રાષ્ટ્રીય કેરી દિવસ, National Mango Day 22 JULY
શ્રી ઉમાશંકર જોશી
શ્રી મંગલ પાંડે, દિવસ મહિમા 19/07/2022
શ્રી નેલ્સન મંડેલા, દિવસ મહિમા Date: 18/07/2022
વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
શ્રીમતી અરૂણા અસફ અલી

પછીનું જીવન


કલ્પના દત્તે ૧૯૪૦ માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા. ૧૯૪૩ ના બંગાળ દુષ્કાળ દરમિયાન અને બંગાળના ભાગલા દરમિયાન તેઓ રાહત કાર્યકર તરીકે કાર્ય કરતા હતા.[૫] તેણીએ બંગાળી ભાષામાં એક આત્મકથાત્મક પુસ્તક લખ્યું હતું, “চট্টগ্রামে আগাগোড়কারী রোগীদের সংসৃতি” જેનું અંગ્રેજી ભાષાંતર અરુણ બોઝ અને નિખિલ ચક્રવર્તી દ્વારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું આમુખ તેમના પતિ, અને એક સામ્યવાદી નેતા પી.સી. જોશી દ્વારા “ચિત્તાગોંગ આર્મરી રાઇડર્સ: રીમાઇન્સિસન્સ” તરીકે, ઓક્ટોબર ૧૯૪૫ માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું.[૬] ઈ.સ. ૧૯૪૬ માં, તેઓ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચિત્તાગોંગના ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર તરીકે લડી હતી, પરંતુ તે જીતી શકી ન હતી.

બાદમાં, તેઓ ભારતીય સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ સુધી કામ કર્યું. ૮ ફેબ્રુઆરી ૧૯૯૫ ના દિવસે તેમનું કોલકાતામાં અવસાન થયું.[૫]

અંગત જીવન


ઈ.સ. ૧૯૪૩ માં, તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના તત્કાલીન મહાસચિવ, પૂરણચંદ જોશી સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્ર હતા: ચાંદ અને સૂરજ. ચાંદ જોશી (૧૯૪૬-૨૦૦૦) એક જાણીતા પત્રકાર હતા, જેમણે હિન્દુસ્તાન ટાઇમ્સ માટે કામ કર્યું હતું. તેઓ તેમની રચનાઓ, ભિંદ્રનવાલે: માન્યતા અને વાસ્તવિકતા(૧૯૮૫) માટે જાણીતા હતા. ચાંદની પત્ની માનીની (ચેટરજી) એ ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા પર એક પુસ્તક લખ્યું, તેનું શિર્ષક હતું ડૂ એન્ડ ડાઇ: ધ ચેટગ્રામ અપરાઈસિંગ ૧૯૩૦-૩૪.

સુશ્રી કલ્પના દત્ત, 27th July

  • ભારતીય સ્વતંત્રતા સેનાની સુશ્રી કલ્પના દત્તનો જન્મ 27 જુલાઈ, 1913ના રોજ બ્રિટીશ ભારત દરમિયાન બંગાળ પ્રાંતના ચિત્તગોંગ જિલ્લામાં થયો હતો.
  • તેઓ દેશની આઝાદી માટે લડનાર મહિલા ક્રાન્તિકારીઓમાંના એક છે.
  • તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટે શ્રી સૂર્ય સેનની ટીમ સાથે સંકળાયેલા હતા.
  • સ્વતંત્રતા સંગ્રામમાં સુશ્રી કલ્પના દત્તના હિમંતવાન યોગદાનને કારણે તેમને ‘વીર મહિલા’ના ઉપનામથી ઓળખવામાં આવે છે.
  • વર્ષ 2010માં તેના પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી, જેનું નામ ‘ખેલે હમ જી જાન સે’ છે.
  • આ ફિલ્મમાં સુશ્રી કલ્પના દત્તનું પાત્ર સુશ્રી દીપિકા પાદુકોણે ભજવ્યું હતું.
સુશ્રી કલ્પના દત્ત, 27th July

SE Admin Desk is the Educational Blogger of SocioEducation.in. He provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment