google news

હેલ્થ અપડેટ : દરરોજ દાળ ખાવાથી જીવલેણ બીમારીઓ દૂર રહે છે

હેલ્થ અપડેટ: દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે. તે ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે, દાળમાં ફાઇટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે, જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે. તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, દાળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઇસિમિક ઇન્ડેક્સ ઓછું હોય છે તેથી ડાયાબિટીસના રોગીઓ માટે પણ દાળ ફાયદાકારક છે.

દાળ શું છે?

 • ખેસરી દાળનો સ્વાદ મીઠો અને થોડો કડવો લાગે છે.
 • આ કફ પિત્ત ઘટાડે છે, શક્તિ વધારે છે
 • ખેસરી દાળ ખાવાથી ભૂખ વધે છે.
 • હાડકાં મજબૂત કરે છે, દુખાવો, થાક, સોજો, બળતરા, હૃદયરોગ અને હરસ જેવા ઘણા રોગો માટે ફાયદાકારક છે.
 • ખેસરીની લીલીઓ ખાવાથી પિત્ત કફ દૂર કરે છે.
 • ખેસરીના બીજ પૌષ્ટિક, સહેજ કડવા અને ઠંડક આપે છે જેના કારણે શરીરમાં અશક્તિ દૂર થાય છે. ખેસરીની ડાળમાં રહેલ તેલના તત્વોમાં ઘણા બધા ગુણધર્મો રહેલ છે જે પેટમા રહેલ વધારાના કચરાને બહાર કાઢે છે.
 • ખેસરીનો છોડ થાય છે અને તેના છોડમાં ડાળીઓ અને પાંદદા હોય છે. આ છોડની ડાળીઓમાં હર્બેસિયસનું પ્રમાણ પણ રહેલ હોય છે જેનો ઉપયોગ પણ ખાવામાં થઈ શકે છે

ખેસરી દાળના ફાયદા


આયુર્વેદમાં ખેસરી દાળના પોષણ મૂલ્ય અનુસાર તેમાં ઘણા બધા પોષકતત્વો રહેલ છે, તો ચાલો જાણીએ કે કયા રોગો માટે ખેસરી દાળ ફાયદાકારક છે.

 • આંખના રોગોમાં ઘણું બધું આવે છે, જેમ કે સામાન્ય આંખનો દુખાવો, રાતના અંધત્વ, લાલ આંખો વગેરે. આ તમામ પ્રકારની સમસ્યાઓમાં ખેસરીમાંથી બનાવેલ ઘરેલું ઉપાય ખૂબ ઉપયોગી છે. ખેસરીના પાનને ઉકાળીને લીલાના રૂપમાં તેનું સેવન કરવાથી આંખના રોગથી મુક્તિ મળે છે
 • જો લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર વાંચવા અથવા કામ કરવાને કારણે આંખોમાં દુખાવો કે બળતરા થતી હોય તો ખેસરીનો ઉપયોગ ફાયદાકારક છે.
 • ખેસરીના તાજા ફળનો રસ લગાવવાથી આંખોની સોજો અને બળતરા ઓછી થાય છે.
 • ખેસરી દાળ પેપ્ટીક અલ્સરના દુખાવામાં રાહત આપે છે.
 • શરીર પર જો ગઠ્ઠા જામી જાય તો ખેસરના પાકના દાંણા પીસીને શરીર પર જ્યા ગઠ્ઠા થયા હોય ત્યાં લગાવવાથી તે ગઠ્ઠા ફૂટી જાય છે અને બધુ પરૂ બહાર આવી જાય છે અને ગઠ્ઠા મટી જાય છે
 • પ્રદૂષણને કારણે ત્વચા શુષ્ક થઈ રહી છે, તો ખેસરી બીજના પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચાની શુષ્કતા ઓછી થાય છે.
 • આયુર્વેદમાં, ખેસરીના પાંદડા, બીજ અને બીજ તેલનો ઉપયોગ દવા માટે થાય છે.

દરરોજ દાળ ખાવાથી જીવલેણ બીમારીઓ દૂર રહે છે

દાળના કારણે દર્દીઓનું સુગર કન્ટ્રોલમાં રહે છે અને ઇન્સ્યુલિન લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. દાળ કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે. ઓબેસિટીથી બચવા માટે પણ દાળ મહત્ત્વનો ખોરાક છે.

દાળ પોષકતત્ત્વોના ખજાના સમાન છે. દાળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સ તથા મિનરલ્સ હોય છે. દાળને તેના ગુણના કારણે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસ, હાર્ટ ડિસિઝ અને અન્ય રોગો માટે યોગ્ય માનવામાં આવે છે. આવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

તેમાં પ્રોટીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન ખૂબ જ સારો સ્રોત છે. ૨૫ ગ્રામ દાળમાંથી ૧૦૦ ગામ પ્રોટીન મળે છે. જે લોકો માંસ અથવા ડેરી પ્રોડક્ટનું સેવન ન કરી શકતા હોય તેમના માટે દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્રોત છે. તેને પગલે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૦ ફેબ્રુઆરીએ વર્લ્ડ પલ્સિસ ડે ઊજવવામાં આવે છે. બે વર્ષથી જ તેની શરૂઆત કરવામાં આવી હતી. તેનો આશય લોકોને દાળનું મહત્ત્વ સમજાવવાનો છે. ભોજન તરીકે પણ દાળ સુપાચ્ય હોય છે અને ખૂબ જ સરળતાથી ભોજનમાં લઈ પણ શકાય છે.

દરરોજ દાળ ખાવાથી જીવલેણ બીમારીઓ દૂર રહે છે

SE Admin Desk is the Educational Blogger of SocioEducation.in. He provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment