Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published an Advertisement for below mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking SocioEducation regularly to get the latest updates.
GSSSB Clerk paper leak Date 12-12-2021
ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો આરોપ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી વિવાદ સામે આવ્યો છે. જેમાં 12 ડિસેમ્બરના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના એક દિવસ અગાઉ હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત રોજ રવિવારે હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી 1.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે આ પેપર પરીક્ષાના એક દિવસ અગાઉ શનિવારે લીક થયું હોવાના આરોપ થઈ રહ્યાં છે.
હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયું હતું, જે અનેક વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું હતું. 2 નિરીક્ષકો દ્વારા આ પેપર સોલ્વ કરીને ભાવનગર ખાતે 3, સુરેન્દ્રનગરમાં 2 અને વડોદરામાં 1 સહિત કુલ 72 ઉમેદવારો પાસે આ લીક પેપર પહોંચ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલની મિલીભગતથી આ પેપર લીક થયું હોવાના અને હિંમતનગર ખાતે 10 થી 12 લાખમાં વેચાયું હોવાના રેકોર્ડિંગ પુરાવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હેડ ક્લાર્કની પરીક્ષા બપોરે 12 વાગ્યે હતી, પરંતુ પેપર 10 વાગ્યે લીક થઈ ગયું હતું. કોબા ખાતેની મધૂરી મનસુખ વસા સ્કૂલથી એક કાપલી પણ પેપર પૂરુ થયા પછી મળી આવી હતી.
આ પેપર લીકને પગલે કૌભાંડ આચરનારા વિરુદ્ધ પગલા લેવાની માગ ઉઠી છે. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જો સરકાર કોઈ કડક પગલા નહીં ભરે તો પોલીસ ફરિયાદ કરવા સહિત આંદોલન કરવાની વાત થઈ રહી છે.