PM Awas Yojna 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, ચેક કરી લો આપનું નામ છે કે નહીં

પ્રધાનમંત્રી આવાસ યોજના 2022 (PM Awas Yojna 2022): દેશભરમાં પીએમ આવાસ યોજના લાગૂ છે. આ સ્કીમ અંતર્ગત અરજી કરનારા લોકોના નામ પસંદ કરીને નવી યાદીમાં નાખી દેવામાં આવે છે. જો આપે પણ અરજી કરી હોય છો, આપ પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને પોતાનું નામ ચેક કરી શકો છો.

PM Awas Yojna 2022
PM Awas Yojna 2022

દેશમાં તમામ લોકોને પોતાના ઘરનું ઘર હોય, તેના માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત તે લોકોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું પાક્કુ મકાન નથી. દેશના લાખો લોકો અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે. આ સ્કીમ અંતર્ગત મેદાની વિસ્તાર માટે એક લાખ 20 હજાર તથા પહાડી વિસ્તાર માટે એક લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જો આપે પણ પીએમ આવાસ યોજના 2022 (PM Awas Yojna 2022) માટે અરજી કરી છે, તો ચેક કરી લેજો, આપનું નામ આ યોજનામાં આવ્યું છે કે નહીં.

દેશભરમાં પીએમ આવાસ યોજના લાગૂ છે. આ સ્કીમ અંતર્ગત અરજી કરનારા લોકોના નામ પસંદ કરીને નવી યાદીમાં નાખી દેવામાં આવે છે. જો આપે પણ અરજી કરી હોય છો, આપ પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને પોતાનું નામ ચેક કરી શકો છો.

પીએમ આવાસ યોજના શહેરીનું લિસ્ટ આ રીતે જુઓ

  • સૌથી પહેલા પીએમ આવાસ યોજનાની https://awaassoft.nic.in વેબસાઈટ પર જાઓ.
  • આ પછી હોમ પેજ પર મેનુ સેક્શન પર જાઓ
  • આ પછી Search Beneficiary અંતર્ગત Search By Name પસંદ કરો
  • તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે
  • આમાં તમે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો
  • આ પછી તમારી સ્ક્રીન પર લાભાર્થીઓની યાદી દેખાશે.
  • જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમે તમારું નામ ચકાસી શકો છો

જો તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx આ લિંક પર ક્લિક કરો, આમ કરવાથી તમે સીધા જ સર્ચ મેનુમાં પહોંચી જશો. અહીં તમારે રાજ્ય, જિલ્લો, બ્લોક વગેરે જેવી તમામ પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે. તે પછી તમે સર્ચ બટન પર ક્લિક કરો. આ રીતે તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકો છો. જો તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.

PM Awas Yojna 2022

PM Awas Yojna 2022 સરકારે મે 2014માં સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધનમાં એવી ઘોષણા કરી હતી કે, “દેશની આઝાદીના 75 વર્ષ પુરા થશે (2022) ત્યાં સુધીમાં દરેક પરિવારનું પોતાનું પાકુ ઘર હશે અને તેમાં પાણીનું કનેક્શન, શૌચાલયની સુવિધા, 24×7 વીજળી પુરવઠો તથા અન્ય સુવિધાઓ સુલભ હશે.” વધુમાં, કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીએ વર્ષ 2015-16 માટેનું વાર્ષિક બજેટ રજુ કરતી વખતે સરકારના એવા ઈરાદાની પણ ઘોષણા કરી હતી કે “સહુ કોઈ માટે ઘર”નો ધ્યેય 2022 સુધીમાં સિદ્ધ કરાશે.

આ દરખાસ્ત ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ગ્રામિણ આવાસ માટેના હાલના કાર્યક્રમની નવરચના કરાશે અને તેનો ધ્યેય તમામ ઘરવિહોણા લોકો તેમજ જર્જરીત મકાનોમાં રહેતા તમામ લોકોને પાકા મકાનો સુલભ બનાવવાનો છે. યોજનાના શહેરી હિસ્સાને 25મી જુન, 2015ના રોજ મંજુરી અપાઈ ગઈ છે અને તેના અમલીકરણનો આરંભ પણ થઈ ગયો છે.

પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર

પીએમ આવાસ યોજનાની નવી યાદી ગ્રામિણ વિકાસ મંત્રાલય હસ્તક અમલીકરણ હેઠળની હયાત ગ્રામિણ આવાસ યોજના {ઈન્દિરા આવાસ યોજના (IAY)} અંતર્ગત મેદાની, સામાન્ય વિસ્તારોમાં રૂ. 70,000 અને પર્વતીય/દુર્ગમ વિસ્તારો, આઈએપી જિલ્લાઓ સહિતના વિસ્તારોમાં રૂ. 75,000 નાણાંકિય સહાય ગ્રામિણ ગરીબોના પરિવારોને (ગરીબીની રેખા હેઠળ જીવતા – BPL પરિવારોને) મકાન બાંધકામ માટે પુરી પડાય છે. આ યોજનાનો આરંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 351 લાખ મકાનોનું બાંધકામ થયું છે અને તેની પાછળ કુલ રૂ. 1,05,815.80 કરોડનો ખર્ચ થયો છે. આ નવી યોજના ગ્રામિણ વિસ્તારોમાં મકાન બાંધકામના પ્રયાસોમાં એક મહત્ત્વનો વધારો બની રહેશે અને સાથેસાથે નવા બંધાતા મકાનોની સારી ગુણવત્તાની પણ ખાતરી રહેશે.

FAQ’s Pradhan Mantri Awas Yojana List 2022

  1. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ શેના માટેની યોજના છે?

    દેશમાં ઘરવિહોણા નાગરિકોને આવાસ બનાવવામાં સહાય આપતી યોજના છે.

  2. પીએમ આવાસ યોજના ગ્રામીણ વિભાગની અધિકૃત વેબસાઈટ છે?

    ભારત સરકાર દ્વારા ગ્રામીણ વિભાગની આ https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવેલ છે.

  3. Pradhan Mantri Awas Yojana Urban ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

    શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેની અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/ છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો