ચકાસણીને અંતે આખરી પ્રતીક્ષાયાદી બનશે LRD વેઈટિંગ: દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોની યાદીની જાહેરાત
લોક રક્ષક દળ- LRD ૨૦૧૮ ભરતી બોર્ડે છેવટે શનિવારે વેઈટિંગની પાત્રતાને તબક્કે દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોની નામજોગ યાદી જાહેર કરી હતી. બે સપ્તાહમાં ચકાસણી પૂર્ણ થયા બાદ પોલીસ ભવન તરફથી આખરી તબક્કે છે. પ્રતીક્ષાયાદી જાહેર થશે. જેના આધારે વર્તમાનમાં ચાલતી વર્ષ ૨૦૨૧ની LRD ભરતી પૂર્ણ થયા પહેલા જૂની (૨૦૧૮ની) ભરતીમાં ખાલી પડેલા પદો પર નિમણૂંકો અપાશે.
LRD વેઈટિંગ
LRD- ૨૦૧૮ની ભરતી અનુસંધાને દસ્તાવેજ ચકાસણી માટે ૧,૩૨૭ પુરૂષ અને ૧,૧૧૨ મહિલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આ ભરતીમાં પહેલાથી જ ૫૧૬ આસપાસ જગ્યા મહિલાઓની છે. આથી, ચકાસણીને અંતે સફળ રહેનારા પૈકી પુરુષોની જગ્યાએ પુરૂષ અને મહિલાની જગ્યાએ મહિલા એ સિધ્ધાંતે નિયુક્તિ થશે. ભરતી સંલગ્ન પોલીસ ભવન સ્થિત અધિકારીએ કહ્યું કે, મુળતઃ બે વર્ષ અગાઉની આ ભરતી.
Official Website: https://www.lrbgujarat2018.in/
ખાસ કિસ્સામાં વેઈટિંગ ઓપરેટ થયુ છે. નવી ભરતી (૨૦૨૧ની) ચાલી રહી છે. તે સિવાય પણ અનેક ભરતીઓમાં સફળ થયેલા ઉમેદવારોને કારણે હજી વધુ જગ્યા ખાલી થવાની શક્યતા છે. આથી, વર્તમાન ૨૦૨૧ની ભરતી સંપૂર્ણ થવાના છેલ્લા દિવસ સુધી આ વેઈટિંગ લિસ્ટમાંથી જૂની (૨૦૧૮ની) ભરતીમાં ખાલી પડેલી જગ્યા ભરાશે. આ પ્રક્રિયા દોઢ- બે