Income Tax Department નોઈડાના સેક્ટર-19માં NBCCના ભૂતપૂર્વ અધિકારી ડીકે મિત્તલના ઘરે દરોડા પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુની રોકડ અને દાગીના મળી આવ્યા છે.
Income Tax department is conducting searches at the residence of DK Mittal, a former NBCC officer in Sector-19, Noida. More than Rs 2 crore cash and jewellery has been recovered so far. pic.twitter.com/K07hVLfv2u
— ANI (@ANI) July 9, 2022
ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા
CBDTના અધ્યક્ષ સંગીતા સિંહે કહ્યું કે જો આર્થિક પ્રવૃત્તિ વધી રહી છે, તો ખરીદ-વેચાણમાં વધારો થશે. જ્યાં સુધી અર્થવ્યવસ્થાનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ટેક્સની રકમ વધી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઈન્ડિયા તરફની પહેલને કારણે વિભાગમાં પણ ટેક્સની ચુકવણીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન લોકોએ વધુ ડિજિટલ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે.
તેમણે કહ્યું કે કરદાતાઓને માહિતી આપવાની પહેલ પણ તેમને સમયસર ટેક્સ ભરવા અંગે જાગૃત કરવામાં ફાળો આપી રહી છે. અમે તાજેતરના વર્ષોમાં મોટા પાયે ડિજિટાઈઝેશન પણ કર્યું છે. CBDTના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ટેક્સ કલેક્શન રૂ. 14 લાખ કરોડથી વધુ છે જે નાણાકીય વર્ષ 2019-20ના ટેક્સ કલેક્શન કરતાં ઘણું સારું છે.