ધો. 10 પાસ યુવકો માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ વિગત

BARC Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III), ડ્રાઈવર, વર્ક આસિસ્ટન્ટ-Aની જગ્યાઓ માટે સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે.

અત્યારના સમયમાં સરકારી નોકરીઓ બંપર તક ઊભી થઈ છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (Bhabha Atomic Research Centre) દ્વારા 89 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III), ડ્રાઈવર, વર્ક આસિસ્ટન્ટ-Aની જગ્યાઓ માટે સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે.

BARC ભરતી 2022 માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા આગામી 01 જુલાઈ 2022થી 31 જુલાઈ 2022 સુધીની રહેશે. ઉમેદવારોને ટેકનિકલ ખામીઓ ટાળવા માટે છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. BARC ભરતી 2022 ને લગતી નોટિફિકેશન, લાયકાત, વયમર્યાદા, પગાર, ઓનલાઈન અરજી કરવાની રીત, મહત્વની તારીખો, અરજી ફી વગેરે જાણકારી અહી આપવામાં આવી છે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં નોકરી

સંસ્થાભાભા અણુ સંશોધન કેન્દ્ર
પોસ્ટસ્ટેનોગ્રાફર (ગ્રેડ-III), ડ્રાઈવર, વર્ક આસિસ્ટન્ટ-A
ખાલી જગ્યા89
અરજી કરવાની શરૂઆતની તારીખ01મી જુલાઈ 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ31મી જુલાઈ 2022
ઑનલાઇન ચૂકવણી કરવાનો છેલ્લો દિવસ31મી જુલાઈ 2022
સત્તાવાર વેબસાઈટbarc.gov.in
BARC ભરતી માટેનું PDF નોટિફિકેશન અહીથી ડાઉંનલોડ કરી શકે છે.

કઈ જગ્યાઓ પર થશે ભરતી?

  • સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 06,
  • ડ્રાઈવર ની જગ્યા 11,
  • વર્ક આસિસ્ટન્ટ-A 72 આમ મળી ને કુલ 89 જગ્યાઓની ભરતી કરવાંમાં આવશે.

BARC પોસ્ટ્સ માટે પગાર ધોરણ

  • સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) માટે રૂપિયા 25,500, ડ્રાઈવરની જગ્યા માટે રૂપિયા 19,900 અને
  • વર્ક આસિસ્ટન્ટ-A માટે 18,000 રૂપિયા પ્રતિમાસ નક્કી કરેલા છે.

શૈક્ષણિક લાયકાત

1.સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)

  • ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું પાસ
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફીમાં મિનિમમ ઝડપ 80 શબ્દો પ્રતિ મિનિટ
  • અંગ્રેજીમાં ટાઈપ કરવાની ઝડપ 30 શબ્દો પ્રતિ મિનિટ.

2.ડ્રાઈવર

  • ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું પાસ
  • હળવા અને ભારે વાહનો ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ
  • ઓછામાં ઓછા 3 વર્ષ ડ્રાઇવિંગમાં અને ભારે વાહન ચલાવવામાં ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ.

3.વર્ક આસિસ્ટન્ટ-A

  • ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું પાસ
  • વય મર્યાદા (31.07.2022 મુજબ)
  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 27 વર્ષ
  • BARC પરીક્ષા ભરતી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ વધારાની .

અરજી ફી

  • આ પોસ્ટ પર અરજી કરવા જનરલ / 0BC / EWSને ફી લેખે 100 રૂપિયા ભરવા પડશે. જયારે SC / ST / Female / PWD / ESMને ફી ભરવાની રહતી નથી.

કેવી રીતે અરજી કરવી?

  • સ્ટેપ 1- નીચે આપેલ એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો અથવા www.recruit.barc.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2- અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન વાંચી લેવી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.
  • સ્ટેપ 3- ID પ્રૂફ, સરનામાની વિગતો, મૂળભૂત વિગતો વગેરે દસ્તાવેજો ભેગા રાખો.
  • સ્ટેપ 4- ભરતી ફોર્મ સંબંધિત ફોટો, સાઈન, આઈડી પ્રૂફ સહિતના ડોક્યુમેન્ટ સ્કેન કરો.
  • સ્ટેપ 5- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા પૂર્વાવલોકન અને તમામ કૉલમ કાળજીપૂર્વક તપાસવી આવશ્યક છે.
  • સ્ટેપ 6- છેલ્લે સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

પસંદગી પ્રક્રિયા માટેના તબક્કાઓ:

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી/ ટાઈપ ટેસ્ટ/ ડ્રાઇવિંગ ટેસ્ટ (પોસ્ટની જરૂરિયાત મુજબ)
  • ડોક્યુમેન્ટની ચકાસણી
  • તબીબી ટેસ્ટ
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં નોકરી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો