Republic Day India

Republic day india – 26 January 2022!

26 મી જાન્યુઆરી 2022

પ્રજાસત્તાક દિવસનું ભાષણ 2022

Republic Day parade 2022

गणतंत्र दिवस भाषण 2022

પ્રજાસત્તાક દિન 2022

26 January 2022 Indian Army Status

26 January 2022

26 January 2022 Best Search Keyword :

  • 26 january 2022 panchang
  • 26 જનવરી 2022
  • 26મી જાન્યુઆરી 2022
  • 26મી જાન્યુઆરી શાયરી
  • 26મી જાન્યુઆરી સ્ટેટ્સ
  • 26 મી જાન્યુઆરી ના ફોટા
  • 26 મી જાન્યુઆરી ના ગીત
  • 26 મી જાન્યુઆરી ના વિડીયો
  • 26મી જાન્યુઆરી ના સમાચાર
  • 26મી જાન્યુઆરી ના ટેટસ ડાઉનલોડ
  • 26મી જાન્યુઆરી yesterday
  • 26 january 2022 photo
  • 26 january 2022 how many years
  • 26 january 2022 speech
  • 26 january 2022 pass
  • 26 january 2022 hindi
  • 26 january 2022 status
  • 26 january 2022 calendar

26 January Speech in Gujarati 2022

અત્રે ઉપસ્થિત મારા આદરણીય મહેમાન ગણ, આચાર્યશ્રી, સર અને મારા પ્રિય વિધાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિષે બે શબ્દો કેહવા મંગુ છે જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી.

આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ’ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કે “જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે”. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ‘રાજપથ’ ખાતે લહેરાવવામાં આવે છે. અને પછી રાષ્ટ્રગાન શરુ કરવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે ‘રાજપથ’ પર પરેડ કરે છે.

એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

હવે, હું મારા શબ્દોને અહીં જ રોકવા મંગુ છું અને તમારો, મારી Speech સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.

Note:- જો તમે આ 26 મી જાન્યુઆરી સ્પીચ માં કોઈ સુધારો કરવા ઇચ્છતા હોય તો તમને અનુકૂળ લાગે તેમ કરી શકો છો. સાથેજ નીચે Comment Box માં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલશો.

 

26મી જાન્યુઆરી ના દિવસે એટલે કે ગણતંત્ર ના દિવસે આપણા આખા દેશમાં શાળા, કોલેજો અને સરકારી કાચેઓમાં વહેલી સવારમાંજ ધ્વજવંદન કરવામાં આવે છે. ઘ્વજવંદન ની સાથે જ આપણું રાષ્ટ્રગાન એટલે કે જન ગણ મન ગીત પણ ગાવામાં આવે છે.

 

26 મી જાન્યુઆરી 2022 પ્રજાસત્તાક દિનની ઉજવણી

26 મી જાન્યુઆરી નો નિબંધ | 26 january essay in gujarati

આ૫ણા રાષ્ટ્રીય તહેવારો વિશે તો તમે સૌ જાણતા જ હશો એટલે મારે એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી તો આજે એવા જ એક રાષ્ટ્રીય તહેવાર (26 january essay in gujarati) 26 મી જાન્યુઆરી નો નિબંધ લેખન આ૫ણે કરવાના છીએ. ઘણીવાર વિવિઘ ૫રીક્ષાઓમાં 26 january essay in gujarati વિષય ૫ર નિબંધ પુછવામાં આવતો હોય છે. જેથી આ નિબંધ તમને ખૂબ જ ઉ૫યોગી બનશે.

 

26 મી જાન્યુઆરી નો નિબંધના મુદ્દા:-

૧. પ્રસ્તાવના  ૨. ઇતિહાસ ૩. સાંસ્કૃતિક મહત્વ ૪. વિવિધ સ્થળોએ ઉજવણી ૫. ઉપસંહાર….

 

26 મી જાન્યુઆરી નો નિબંધ (26 january essay in gujarati)

                કોઈ પૂછે કે નસીબ એટલે શું ? તો છાતી ઠોકીને કહી દેવું,  કે દુનિયામાં 195 દેશ છે તેમાંથી મારો જન્મ ભારતમાં થયો છે. ભારત એટલે વિવિધતામાં એકતા. અલગ અલગ પ્રાંત, તે દરેકની જુદી જુદી ભાષા અને જુદી જુદી સંસ્કૃતિ. તેમ છતાં દરેક સંસ્કૃતિ, દરેક ભાષાનો એકબીજા સાથે તાલમેલ સાધી જે વારસાનું નિર્માણ થયું તે એટલે ભારત. જેમ અહીંયા ભાષાઓમાં વિવિધતા છે તેવી જ રીતે તહેવારોમાં પણ વિવિધતા છે. કેટલાક ધાર્મિક તહેવારો, તો કેટલાક સાંસ્કૃતિક તહેવારો અને કેટલાક રાષ્ટ્રીય તહેવારો. આજના તહેવારને આપણે એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. ૨૬ જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ, લાલકિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો દિવસ.

“થોડોક નશો તિરંગાની આન નો છે, 

થોડોક નશો માતૃભૂમિની શાન નો છે,

દરેક જગ્યાએ તિરંગો લહેરાવીશું,

કારણ કે આ નશો હિન્દુસ્તાનના સન્માનનો છે…”

 

                           પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી, જે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. ભારત 15 મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર તો થયો, પરંતુ તેની પાસે પોતાનું કાયમી બંધારણ નહોતું. તે સમયે વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 પર આધારિત લેખ મુજબ, દેશ ગુજરાતી જ્યોર્જ પાંચમાના બ્રિટિશ આધિપત્ય અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ “ગવર્નર જનરલ”ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારોબાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતના બંધારણની રચના કરવા માટે ડોક્ટર આંબેડકર ના ચેરમેન પદ હેઠળ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું, અને ચોથી નવેમ્બર ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. આ બંધારણનો સ્વીકાર કરતાં પહેલા ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ સુધી ચાલ્યું. કેટલાય વિચાર વિમર્શ, કેટલીએ મીટીંગો અને કેટલાય સુધારાઓ પછી 308 સભ્યોની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આ દસ્તાવેજોની બે નકલો પર હસ્તાક્ષર કર્યા. જેમાંની એક હિન્દી ભાષામાં હતી, અને બીજી અંગ્રેજી ભાષામાં. તેના બે દિવસ પછી ભારતનું બંધારણ કાયમ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. આમ ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવ્યું, અને રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ બંધારણની મોટાભાગની જોગવાઈઓ સામાજિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલી છે.

 

            ૨૬મી જાન્યુઆરીનું મહત્વ જળવાઈ રહે તેવા ઉદ્દેશથી દર વર્ષે નવી દિલ્હીમાં એક પરેડનું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલી રૈસીના ટેકરીથી થાય છે. ત્યારબાદ તે રાજપથ ઇન્ડિયા ગેટ થઈ અને ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. ભૂદળ, વાયુદળ અને નૌકાદળની વિવિધ ટુકડીઓ તેમના સત્તાવાર પોશાકમાં કવાયત કરે છે. ભારતના રાષ્ટ્રપતિ કે જેને આ ત્રણેય પાંખના વડા કહેવામાં આવે છે, તેઓ સલામી ઝીલી લે છે. આ પરેડમાં ભારતના જુદા જુદા પ્રદેશના સાંસ્કૃતિક વારસાને બતાવવામાં આવે છે, તેમજ તેનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદુરી પદક મેળવનાર બાળકો પણ આ સરઘસ નો એક ભાગ હોય છે. પ્રાદેશિક ઝાંખી સિવાય અન્ય કરતબ તેમજ દેખાવ પણ કરવામાં આવે છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ કરવામાં આવે છે.

રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તેમ હોય, તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું સન્માન મળે છે

આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ભારતની રાજધાની દિલ્હીમાં આ ઉજવણીનું એક અનેરૂ મહત્વ રહેલું છે. આ ઉજવણીની શરૂઆત રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના સંબોધનથી શરૂ થાય છે. ભાષણની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન તેમજ શ્રદ્ધાંજલિથી થાય છે, કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરિવારજનોને જવાનોની યુદ્ધમાં દાખવેલ બહાદુરી માટે ચંદ્રક એનાયત કરે છે. તથા ભારતના નાગરિકો કે જેમણે અસામાન્ય પરિસ્થિતિઓમાં બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું હોય, તેમને સન્માનિત કરી પુરસ્કાર આપવામાં આવે છે.

 

શાળા, કોલેજો તેમજ દરેક સરકારી કચેરીમાં પણ ૨૬ જાન્યુઆરીની ઉજવણી ખૂબ જ રંગેચંગે કરવામાં આવે છે. તે દિવસે શાળા તેમજ કોલેજમાં ધ્વજવંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. નાના ભૂલકાઓથી લઈને મોટા બાળકો સુધી, બધા જ પોત પોતાની આવડત મુજબ પોતાની કૃતિનું પ્રદર્શન કરે છે. કેટલાક દેશભક્તિ ગીત પર સામૂહિક નૃત્ય કરે છે, તો કેટલાક કોઈ એક દેશભક્તિના પ્રસંગને લઈને નાટક ભજવતા હોય છે. તે દિવસે દરેક જગ્યાએ શૌર્યગીત સાંભળવા મળે છે. ટીવી તેમજ રેડિયો પર આખો દિવસ દેશભક્તિ ગીતો સાંભળવા મળે છે. વિવિધ ચેનલો પર પણ આખો દિવસ દેશભક્તિના જ પિકચર જોવા મળે છે. શાળા તેમજ કોલેજોમાં આખું વર્ષ ઉમદા શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આજના દિવસે ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે.

૨૬મી જાન્યુઆરીની સાંજે દરેક સરકારી કચેરી તેમજ રાજનીતિક પાર્ટીઓના કાર્યાલય રોશનીથી ઝળહળી ઊઠે છે. આખો દિવસ દેશભક્તિના ગીતો, ચારેબાજુ રાષ્ટ્રધ્વજ અને સાંજે રોશનીની ચમક, આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઇ જાય છે. સાંજે સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજને માનભેર ઉતારી લઈ અને આજના દિવસની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

26 जनवरी पर निबंध