સુરત મહાનગરપાલિકા દ્વારા 3567 ની ભરતી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં 3567 જગ્યાઓ માટેની નવી ભરતી બહાર પાડવામાં આવશે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા કર્મચારીઓ- અધિકારીઓની ભરતીનો નિર્ણય, કુલ 3567 જગ્યાઓ માટેની ભરતી કરાશે.

બે વર્ષ પહેલા શહેરના હદ વિસ્તરણને કારણે પાલિકાના દરેક ઝોન અને વિભાગોની કામગીરીમાં વધારો થયો છે. નવા વિસ્તારોમાં વિવિધ કામગીરીને પહોચી વળવા માટે પાલિકાના મહેકમ શિડયુલ પર ૩૫૬૭ નવી જગ્યા ઉપસ્થિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. દરેક વિભાગો અને ઝોન પાસે કર્મચારીઓની ડીમાન્ડ મંગાવ્યા બાદ નવી જગ્યાઓ ઉપસ્થિત કરવાનો નિર્ણય લેવાયો છે.

પાલિકામાં 3567 નવી જગ્યા ઉભી કરાશે

હદ વિસ્તરણ બાદ સુરત મનપાનો હદ વિસ્તાર ૩૨૬ ચોરસ કિલોમીટરથી વધીને ૪૫૮ ચોરસ કિલોમીટર થયો છે. ૨૭ ગામો અને ૨ નગરપાલિકા વિસ્તારોના સમાવેશથી આ વિસ્તારોમાં પહેતા લોકોને તમામ સુવિધા પુરી પાડવાની જવાબદારી સુરત મનપાના શિરે મુકાઇ છે. નવા વિસ્તારોમાં પાણી, ગટર, લાઇટ, રસ્તા, જાહેર આરોગ્ય, શિક્ષણ, રોગ નિયંત્રણ, ફાયર સહિતની આવશ્યક સુવિધા પુરી પાડવા માટે વહીવટી અને ટેકનીકલ સ્ટાફની આવશ્યકતા પડી છે. હદ વિસ્તરણ પહેલા પાલિકાનો વહીવટ આઠ ઝોનમાં વિભાજીત હતો. ઉધના ઝોનના બે ભાગ કરી સચીન કનકપુર નવો ઝોન બનાવવામાં આવતા હવે કુલ નવ ઝોનમાં વહીવટનું વિભાજન થયુ છે. હદ વિસ્તરણમાં સમાવિષ્ઠ નવા વિસ્તારોમાં કામગીરી કરવા માટે દરેક ઝોન અને વિભાગો દ્વારા સ્ટાફની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીઓના અભ્યાસ માટે પાલિકાના ટોચના અધિકારીઓની સમિતિ બનાવવામા આવી હતી. શરુઆતના તબકકામાં ૪૮૦૦થી વધુ કર્મચારીઓની જરુરીયાત ધ્યાને આવી હતી.

ક્યાં કેટલી ભરતી કરાશે ?

ઝોનનવી જગ્યા
સેન્ટ્રલ271
રાંદેર177
કતારગામ471
વરાછા97
સરથાણા726
અઠવા39
લીબાયત236
ઉધના63
સચિન1104
હાઇડ્રોલિક235
ડ્રેનેજ86

પહેલા વર્ષે પચાસ કરોડ, ચોથા વર્ષે 128 કરોડનો આર્થિક બોજ


મહેકમ શિડયુલ પર નવી જગ્યાઓ ઉપસ્થિત થવાથી પાલિકાના આર્થિક બોજમાં તોતીગ વધારો નિશ્ચીત છે. વિવિધ કેડરની જગ્યાઓ ઉપસ્થિત થતા પહેલા વર્ષે રુ૫૦૨૧ કરોડ, બીજા વર્ષે સા૫૪,૭૫ કરોડ ત્રીજા વર્ષે રુા.૫૯૩૦ કરોડ અને ચોથા વર્ષે ૧૨૮.૫૬ કરોડ પગાર પેટે ચુકવવા પડશે. હાલમાં પાલિકાનો મહેકમ ખર્ચ રુા.૧૨૦૦ કરોડને પાર કરી ગયો છે ત્યારે નવી જગ્યાઓ ઉપસ્થિત થતા ચોથા વર્ષ બાદ તેમાં તોતીંગ વધારો થશે

પાલિકાનો વહીવટ 9 ઝોન અને 85 વિભાગમાં વિભાજીત

પાલિકાએ વહીવટનું વિકેન્દ્રીકરણ કરી લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તે મુજબ વહીવટી માળખુ અમલમાં મુકયુ છે. પાલિકાનો વહીવટ નવ ઝોન અને ૮૫ વિભાગોમાં વિભાજીત છે. પાલિકા ફાયર, પાણી, ગટર, બગીચા, પ્રાથમિક શિક્ષણ, જાહેર આરોગ્ય લાઇટ સહિતની ફરજીયાત સેવા ઉપરાંત ઓડીટોરીયમ, સ્ટેડીયમ, સુમન સ્કુલ, પરિવહન જેવી મસ્જીયાત સેવાઓ પણ પુરી પાડે છે. લોકોની સુવિધા માટે ૧૮ નાગરિક સુવિધા કેન્દ્રો, ૧૬ તરણકુંડ પરફોર્મીંગ આર્ટ સેન્ટર, ઓડીટોરીયમ જેવી સેવા આપવામાં આવે છે. આ તમામ વિભાગોમાં કામગીરીનું ભારણ વધતા જાવી જગ્યા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પાલિકામાં કાર્યપાલક ઇજનેર સહિત વર્ગ એકતી આઠ જગ્યા ઉભી થશે


પાલિકાએ વર્ગ એકની આઠ નવી જગ્યા ઉભી કરવાનું આયોજન કર્યુ છે જેમાં એક આસી મ્યુ કમિશનર, કાર્યપાલક ઇજનેર(સિવીલ) ચાર તથા કાર્યપાલક ઇજનેર(ઇલેકટ્રીક)ની ત્રણ નવી જગ્યાનો સમાવેશ થાય છે. નવા બનેલા સચીન કનકપુર ઝોન માટે આસી કમિશનરની જગ્યા ઉપસ્થિત કરવામાં આવી છે જયારે સચીન કનકપુર ઝોન, હાઇડ્રોલીક
અને રેડ વોટર વર્કસ પડેશન સેલ સીટી ઇજનેર એ રોલ માટે એક એક કાર્યપાલક ઇજનેર સિવીલની
જગ્યા ઉપસ્થિત કરાશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 3567 ની ભરતી કરવામાં આવશે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો