26 મી જાન્યુઆરી 2022

26 મી જાન્યુઆરીની રોચક વાતો જે થઈ શકે છે પરીક્ષામાં ઉપયોગી

26 મી જાન્યુઆરીના દિવસને દેશનો પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગણતંત્ર પર્વના નિબંધ લેખન કે સ્પિચ માટે પણ આપને 26 January Speech and Essay માટે આ લેખ ઉપયોગી થઈ પડશે. સાથે જ 26 મી જાન્યુઆરી સાથે જોડાયેલી આ ખાસ અને જાણવા જેવી વાતો આપના જનરલ નોલેજમાં વધારો કરશે.26 જનવરી

26 January Speech and Essay in Gujarati 26 મી જાન્યુઆરી Speech and Essay in Gujarati 2022 2022

ભારતનું બંધારણ અમલમાં આવ્યું ?

ભારત આઝાદ થતા 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે ‘ભારત સરકાર અધિનિયમ (1935)’ હટાવી ‘ભારતનું બંધારણ’ અમલમાં કરવામાં આવ્યું હતું.

26 મી જાન્યુઆરી 2022
President Sukarno of Indonesia was guest of honour for India’s first Republic Day celebrations in 1950 26 th January Photo Source: @POI13 Tweeter

26મી જાન્યુઆરીનો દિવસ કેમ થયો નક્કી ?


ગણતંત્ર દિવસ તરીકે 26મી જાન્યુઆરીના દિવસને નક્કી કરવામાં આવ્યો કારણ કે, વર્ષ 1930 માં આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈ.એન.એ. –Indian National Congress) એ ભારતને પુર્ણ સ્વરાજ ઘોષીત કર્યો હતો.

રાષ્ટ્રીય પર્વ


બંધારણ 26 જાન્યુઆરી 1950 ના દિવસે લાગુ પડ્યું હોવાથી ભારતીય નાગરિકો 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરે છે.

કોણ લહેરાવે છે ધ્વજ ?


ગણતંત્ર પર્વના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે.

કોણ લહેરાવે છે ધ્વજ
India first RD began with Rajaji proclaiming India a Sovereign Democratic Republic in Rashtrapati Bhavan news Photo Source: @POI13 Tweeter

પરેડ કોણ કરે છે ?

  • રાજધાની દિલ્હી ખાતે રાજમાર્ગ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે, જે સમારોહમાં દેશની સેનાના વિવિધ રેજીમેન્ટ્સ અને વાયુસેના, નૌકાદળ પણ ભાગ લે છે. ઉપરાંત રાષ્ટ્રીય કેડેટ કોર (NCC) પણ હિસ્સો લે છે.

પરેડનો પ્રારંભ કોણ કરાવે છે ?

  • પરેડના પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી રાજપથના ઈન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જ્યોતિ પર પુષ્પ અર્પણ કરાવે છે.

કેટલો સમય લાગ્ય ભારતીય બંધારણ બનાવવામાં ?

  • ગણતંત્ર દિવસે લાગુ પડેલા ભારતના બંધારણને બનાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.

દિલ્હી જેવી જ ભવ્ય પરેડ બીજે ક્યાં યોજાઈ હતી ?

  • વર્ષ 2014માં પ્રથમ વખત 72માં ગણતંત્ર પર્વ નિમિતે મહારાષ્ટ્ર સરકારના પ્રોટોકોલ વિભાગે મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે દિલ્હીમાં યોજાતી પરેડ જેવી જ ભવ્ય પરેડનું આયોજન કર્યુ હતુ.

26 જનવરી

Republic Day of India : કોરોનાની ત્રીજી લહેર અને આતંકી હુમલાના ખતરાની (Terrorist attack inputs) સંભાવના વચ્ચે નવી દિલ્હી New Delhi રાજપથ (Rajpath) પર 26મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ (Event Preparation) ચાલી રહી છે. ત્યારે તમામ સંભાવનાઓને ધ્યાને રાખી કેટલાક ફેરફારો અને પ્રતિબંધો પણ જાહેર કરાયા છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો