શું આલિયા ભટ્ટ ગર્ભવતી છે?, સોનોગ્રાફી રૂમનો ફોટો શેર કરી આપી ખુશખબરી [Alia Bhatt Pregnant]

આલિયા ભટ્ટે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની પ્રેગ્નેન્સીની ન્યૂઝ શેર કરી છે. જેમાં તે અને રણબીર કપૂર હોસ્પિટલમાં બાળકની સોનોગ્રાફી જોતા નજર આવે છે.

આલિયા ભટ્ટે (Alia Bhatt Pregnancy) હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની પ્રેગ્નેન્સીની ન્યૂઝ શેર કરી છે. જેમાં તે અને રણબીર કપૂર (Ranbir Kapoor) હોસ્પિટલમાં બાળકની સોનોગ્રાફી જોતા નજર આવે છે. આ તસવીર શેર કરતાં જ સોશિયલ મીડિયા પર લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઇ ગયો છે.

આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે, Our baby ….. coming soon અને સાથે સાથે તેણે ઘણી બધી ઇમોજીસ શેર કરી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરે માત્ર 7 જ મિનિટ થઇ છે ત્યારે આલિયા ભટ્ટની પોસ્ટ પર ત્રણ લાખથી વધુ લોકોએ લાઇક્સ કરી દીધી છે અને હજારો લોકોએ તેનાં પર કમેન્ટ્સ કરી છે.

શું આલિયા ભટ્ટ ગર્ભવતી છે?, સોનોગ્રાફી રૂમનો ફોટો શેર કરી આપી ખુશખબરી [Alia Bhatt Pregnant]

14 એપ્રિલનાં થયા હતાં લગ્ન

રણબીર અને આલિયાનાં લગ્ન 14 એપ્રિલનાં રોજ રણબીર કપૂરનાં જ પાલી હિલ્સ ખાતે આવેલાં બંગ્લો ‘વાસ્તુ’માં થયા હતાં જેમાં ગણતરીનાં ખુબજ ખાસ પરિવાર અને મિત્રો જ હાજર રહ્યાં હતાં.

‘શમશેરા’ની ઇવેન્ટ લોન્ચ દરમિયાન રણબીરે કહ્યું હતું કે

રણબીર કપૂરે ઈવેન્ટ લૉન્ચ દરમિયાન કહ્યું: “હું મારી ફિલ્મોમાં કહેતો હતો કે શાદી મરતા સુધી પચાસ સાલ માટે દાલ ચાવલ જેવી છે. આરે લાઈફ મેં થોડા બહોત ખીમા પાવ, તંગડી કબાબ, હક્કા નૂડલ્સ ભી હોના ચાહિયે ના.” તેણે ઉમેર્યું હતું કે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી તેની કલ્પના અને કેવી રીતે બદલાઈ ગઈ છે. રણબીરે કહ્યું: “પરંતુ જીવનના મારા અનુભવો પછી, હું કહી શકું છું કે દાળ-ચાવલ શ્રેષ્ઠ છે. આલિયા સાથેનું મારું જીવન શ્રેષ્ઠ છે. મારા જીવનમાં તડકા, અથાણું અને ડુંગળી સાથે વાળા દાળ-ચાવલ છે, તેમાં બધું જ છે. તેથી, હું તેની સાથે લગ્ન કરી શક્યો. હવે મારે પણ મારું પરિવાર આગળ વધારવું છે.

Tags: રણબીર કવર, આલિયા ભટ્ટના લગ્ન, આલિયા ભટ્ટ આંતરિક છે, શું આલિયા ભટ્ટ આંતરિક છે, આલિયા ભટ્ટના લગ્ન છે, આલિયા ભટ્ટના લગ્ન છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો