પોલીસ ભરતી સમાચાર, જુન માસ સુધીમાં ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ થઈ જશે જાહેર

પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ ના અધ્યક્ષે ટિવટ કરીને જાણકારી આપી છે કે જુન માસ સુધીમાં પોલીસ ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે.

લોક રક્ષક દળ(પોલીસ) ભરતી પ્રક્રિયા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હજુ રાહ જોવી પડશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

જો કે પોલીસ ના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત બાદ ઉમેદવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ ભરતીને લઇને બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, ‘એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.

જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પોલીસ ભરતીના વેઈટિંગ લિસ્ટને લઇને હસમુખ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે.લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેઇટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ ન હતો.

પોલીસ ભરતી સમાચાર, જુન માસ સુધીમાં ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ થઈ જશે જાહેર

27 એપ્રિલે મુકાયેલી આન્સર કીમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવેઃ હસમુખ પટેલ


જેમાં તેમણે જણાવ્યું કે, 1200 જેટલી વાંધા અરજીઓ મળી હતી. 27 એપ્રિલે ફાઇનલ આન્સર કી મુકવામાં આવી હતી. ફાઇનલ આન્સર કી મુક્યા બાદ વાંધા અરજીઓ મળી હતી. 27 એપ્રિલે મુકાયેલી આન્સર કીમાં કોઇ ફેરફાર નહી કરવામાં આવે. ફાઇનલ આન્સર કીના આધારે ગુણ મુકવામાં આવશે. રીચેકિંગ માટે 15 દિવસ સુધી અરજી કરી શકાશે. 22 મે સુધી રી ચેકિંગ માટે અરજી કરી શકાશે. 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડી અરજી કરવાની રહેશે. પાઠ્ય પુસ્તકોના આધારે ઉમેદવારોએ જવાબ આપ્યા એવી રજૂઆત હતી. ઉમેદવારોએ જવાબના જુદા-જુદા સોર્સનો ઉપયોગ કર્યો હતો.

તમામ પ્રકારના સોર્સિંસનો અભ્યાસ કરવામાં આવ્યોઃ હસમુખ પટેલ


હસમુખ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના પાઠ્યપૂસ્તકો, અન્ય પાઠ્યપૂસ્તકો, આ વિષયની ટેક્સબુક, સરકારના ડોક્યૂમેન્ટ અને વેબસાઇટના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરાઈ હતી. બોર્ડની પરંપરા છે તેમાં ઉમેદવારની કોઈ પણ રજૂઆતને ગંભીરતાથી લેવી. ત્યારબાદ તમામ પ્રકારના સોર્સિંસનો અભ્યાસ કરવામાં આવ્યો છે, તેના આધારે આ નિર્ણય કરાયો છે.

લોક રક્ષકનું ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટેનું રિઝલ્ટ ક્યારે ?


હસમુખ પટેલે જણાવ્યું કે, લોક રક્ષક દળ અને પીએસઆઈ બન્નેમાં વન થર્ડ જેટલા કોમન ઉમેદવારો છે. લોક રક્ષકના 2 લાખ 95 હજાર પૈકી 85 હજાર એવા છે જેમણે પીએસઆઈની પણ પરીક્ષા આપી છે અને લોક રક્ષકમાં શારીરિક પરીક્ષા આપેલી. પીએસઆઇની ભરતી પ્રક્રિયા ચાલુ છે. એટલે લોકરક્ષક વાંધાઓ પછી LRD વેરિફિકેશન રિઝલ્ટ બહાર પાડી શકે. પરંતુ એવું કરવામાં આવે તો પીએસઆઇના 1000 પાસ થનારા ઉમેદવાર જતા રહે તો લોક રક્ષકની ભરતીમાં 10459 માંથી 1 હજાર ઉમેદવારોની જગ્યા ખાલી રહી જાય. તેથી જે ઉમેદવારો લાંબા સમયથી ભરતીની તૈયારી કરી રહ્યા છે, જો આવું થાય તો તે ભરતીથી વંચિત ન રહી જાય. તેથી હવે પીએસઆઇનું રિઝલ્ટ જાહેર થાય પછી જ લોકરક્ષકનું રિઝલ્ટ જાહેર કરીશું.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો