શ્રીમતી અરૂણા અસફ અલી

શ્રીમતી અરૂણા અસફ અલી (૧૬ જુલાઇ ૧૯૦૯ — ૨૯ જુલાઇ ૧૯૯૬) ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા.

શ્રીમતી અરૂણા અસફ અલી

જન્મની વિગતઅરુણા ગાંગુલી
16 July 1909
કાલકા, પંજાબ, બ્રિટીશ ભારત
મૃત્યુ29 July 1996 (ઉંમર 87)
નવી દિલ્હી, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાબ્રિટીશ ભારતીય (૧૯૦૯-૧૯૪૭), ભારત (૧૯૪૭-૧૯૯૬)
શિક્ષણ સંસ્થાસેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર
વ્યવસાયરાજકીય કાર્યકર્તા
શિક્ષણ શાસ્ત્રી
પ્રકાશક
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
જીવનસાથીઆસફ અલી
(લ. 1928; અવસાન ૧૯૫૩)
માતા-પિતાઉપેન્દ્રનાથ ગાંગુલી (પિતા)
અંબાલિકા દેવી (માતા)
પુરસ્કારોઆંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર (૧૯૬૪)
જવાહરલાલ નહેરુ પુરસ્કાર (૧૯૯૧)
પદ્મવિભૂષણ (૧૯૯૨)
ભારત રત્ન (૧૯૯૭)
  • ભારતીય સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ્ અને રાજકીય કાર્યકર શ્રીમતી અરૂણા અસફ અલીનો જન્મ 16 જુલાઈ, 1909ના રોજ પંજાબના કાલ્કા નામના સ્થળે થયો હતો.
  • તેમનું મૂળનામ શ્રીમતી અરૂણા ગાંગુલી છે.
  • ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શ્રીમતી અરૂણા અસફ અલીની મુખ્ય ભૂમિકા હતી. તેમણે શ્રી અસફ અલી સાથે લગ્ન કર્યા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા હતા.
  • 8 ઓગસ્ટ, 1942ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ‘ભારત છોડો’ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સમયે બ્રિટિશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત મોટા નેતાઓની ધરપકડ કરી હતી.
  • મોટા નેતાઓની ગેરહાજરીમાં 9 ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા શ્રીમતી અરૂણા અસફ અલીએ ગોવાલિયા ટેંકના મેદાનમાં ઝંડો લહેરાવ્યો હતો અને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી.
  • તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે ઓળખવામાં આવે છે.
  • વર્ષ 1997માં તેમને ‘ભારત રત્ન’ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો.
શ્રીમતી અરૂણા અસફ અલી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો