હિમાચલના કુલ્લુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થંયા છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 45 લોકો હતો.
ન્યૂઝ એજન્સી એએઆઈ મુજબ, કુલ્લુમાં સૈંજ ખીણમાં સવારે 8 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડિસ્ટ્રિક્ટ કમિશનરનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં સ્કૂલનાં બાળકો હતાં.
Himachal Pradesh Kullu Bus Accident: હિમાચલના કુલ્લુ જિલ્લાની સેંજ ખીણ પ્રદેશના વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. જેમાં શૈંશરથી સેંજ તરફ જઈ રહેલી એક પ્રાઈવેટ બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના અહેવાલ છે.
Himachal Pradesh | 10 dead after a private bus rolled off a cliff in Jangla area of Sainj valley on Neoli-Shansher road of Kullu district. Injured being shifted to Local hospitals, teams from Kullu moved to spot: DC Kullu Ashutosh Garg pic.twitter.com/iJ06mN1SEF
— ANI (@ANI) July 4, 2022
કુલ્લુના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું હતું કે, “સ્કૂલ બસ સાંજ ખીણમાં નિયોલી-શાંશેર રોડ પર કુલ્લુથી સાંઈજ તરફ જઈ રહી હતી. મૃત્યુઆંક વધી શકે છે. બચાવ કામગીરી ચાલી રહી છે.”
- દરમિયાન ઘાયલોને કુલ્લુની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
- કુલ્લુથી મેડિકલ અને બચાવ ટુકડીઓ દુર્ઘટના સ્થળ પર રવાના થઈ ગઈ છે. (ANI)