હિમાચલના કુલ્લુમાં દુર્ઘટના, બસ ખીણમાં પડી, બાળકો સહિત 16નાં મોત

હિમાચલના કુલ્લુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થંયા છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 45 લોકો હતો.

ન્યૂઝ એજન્સી એએઆઈ મુજબ, કુલ્લુમાં સૈંજ ખીણમાં સવારે 8 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડિસ્ટ્રિક્ટ કમિશનરનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં સ્કૂલનાં બાળકો હતાં.

Himachal Pradesh Kullu Bus Accident: હિમાચલના કુલ્લુ જિલ્લાની સેંજ ખીણ પ્રદેશના વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. જેમાં શૈંશરથી સેંજ તરફ જઈ રહેલી એક પ્રાઈવેટ બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના અહેવાલ છે.

કુલ્લુના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું હતું કે, “સ્કૂલ બસ સાંજ ખીણમાં નિયોલી-શાંશેર રોડ પર કુલ્લુથી સાંઈજ તરફ જઈ રહી હતી. મૃત્યુઆંક વધી શકે છે. બચાવ કામગીરી ચાલી રહી છે.”

  • દરમિયાન ઘાયલોને કુલ્લુની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
  • કુલ્લુથી મેડિકલ અને બચાવ ટુકડીઓ દુર્ઘટના સ્થળ પર રવાના થઈ ગઈ છે. (ANI)
હિમાચલના કુલ્લુમાં દુર્ઘટના, બસ ખીણમાં પડી, બાળકો સહિત 16નાં મોત

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો