ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2022, આ રીતે જોઇ શકાશે પરિણામ

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ: શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ 2022માં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી નથી. જેથી ઉક્ત વાયરત થયેલ પરિણામની જાહેરાત અંગેની અખબારી યાદી બનાવટી છે.

શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

ચાલુ વર્ષે માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે જાહેર થવાના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા અને પરિણામને લઈને પરિપત્ર પણ વાયરલ થયું હતું. જો કે, તે ફેક હોવાનું સામે આવ્યું છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 16-5 2021ના રોજ બોર્ડના ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મંગળવાર સવારે 8 વાગ્યે પ્રસિદ્ધ થવાની જાહેરાત બાબતે સોશિયલ મીડિયામાં બિન સત્તાવાર બનાવટી અખબારી યાદી કોઈ અજાણ્યા શખસ દ્વારા વાયરલ કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ 2022માં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી નથી. જેથી ઉક્ત વાયરત થયેલ પરિણામની જાહેરાત અંગેની અખબારી યાદી બનાવટી છે. (Dhoran 10 Parinam 2022) જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યોએ ધોરણ-10, 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું નથી, જેની બધાએ નોંધ લેવી.

અજાણ્યા શખસ સામે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ


શિક્ષણ વિભાગની યાદી મુજબ પરિણામની તારીખ દર્શાવતી બનાવટી અખબારી યાદી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના આચાર્યઓને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા શખસ સામે કાયદાની જોગવાઈ અનુસાર બોર્ડ દ્વારા સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જૂનમાં આવશે!


નોંધનીય છે કે, 4 દિવસ અગાઉ જ ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં બંને વર્ગના કુલ 14 લાખથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જોકે મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા 12મી એટલે કે એચએસસીનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે 12માના પરિણામના 15 દિવસમાં બોર્ડ 10માનું પરિણામ જાહેર કરી દે છે. (Dhoran 10 board results 2022) આ મુજબ 10નું પરિણામ 26 કે 28 મે સુધીમાં આવી શકે છે. જોકે, પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

આ રીતે ચેક કરે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ GSEB SSC પરિણામ

  1. સૌ પ્રથમ, વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગીન કરે.
  2. ત્યારબાદ વિદ્યાર્થી હોમપેજ પર આપેલ લિંક GSEB SSC result 2022 અથવા GSEB Class 10 Result 2022 પર ક્લિક કરો.
  3. વિદ્યાર્થીઓ અહીં તેમનો રોલ નંબર દાખલ કર્યા બાદ પરિણામ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરી પરિણામ જોઇ શકશે.
  4. સ્ક્રીન પર પરિણામ ખુલ્યા પછી, વિદ્યાર્થીઓ તેની પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશોટ લઈ શકે છે.

GSEB Board WebsiteClick Here
SocioEducation HomepageClick Here

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો