ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ સ્ટેન્ડબાય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 11 જુલાઈ 2022 થી 13 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી ના પગલે દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ મુકાઈ. 24 સભ્યોની આ NDRF ટીમ જામરાવલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ સ્ટેન્ડબાય

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ અંગે આજે ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. તેમજઆગામી 11 જુલાઈ 2022 થી 13 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી દ્વારકા જિલ્લામાં કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. જિલ્લામાં ગઈ કાલે સવારે 6:00 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાકના ગાળા દરમિયાન ચાર તાલુકામાં ચાર ઇંચથી માંડીને છ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા ખાતે નોંધાયો હતો. 24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના 7 ડેમમાં નવા નિરની આવક થઈ છે.

નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં


બીજી તરફ ખંભાળિયા ખાતે પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને શહેરના નિચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે જિલ્લાનો સૌથી ઓછો વરસાદ ભાણવડ ખાતે નોંધાયો હતો. ભાણવડમાં 24 કલાકના ગાળા દરમિયાન 4 ઇંચ વરસાદ પડ્યો હતો. 24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના 7 ડેમમાં નવા નિરની આવક થઈ છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ સ્ટેન્ડબાય

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો