ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં 344 જગ્યા માટે ભરતી

જો તમે સરકારી નોકરી 2022 (Government Job)ની તલાશમાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હાલમાં જ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB)એ આંકડાકીય મદદનીશ (Statistical Assistant), સમાજ કલ્યાણ નિરીક્ષક (Social Welfare Inspector), વિસ્તરણ અધિકારી (Extension Officer (Co-operation) અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે 344 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

રસ ધરાવતા ઉમેદવારો 5 ફેબ્રુઆરી, 2022 સુધીમાં ઓફિશ્યલ વેબસાઇટ www.gpssb.gujarat.gov.in/ www.ojas.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ જાહેરાત કરાયેલ ખાલી જગ્યાઓ સીધી ભરતીના આધારે ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત :

આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરવું ફરજીયાત છે. તમામ પોસ્ટિંગ ગુજરાતમાં જ કરવામાં આવશે. ઉમેદવાર હિન્દી અને ગુજરાતી ભાષાનો જાણકાર હોવો જરૂરી છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (જનરલ) નિયમ 1967માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.

આંકડાકીય સહાયક (સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ)ની પોસ્ટ માટે ઉમેદવાર પાસે પીજી ડિગ્રી/ બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે સમાજ કલ્યાણ નિરીક્ષક/એક્ટેન્શન ઓફિસરની પોસ્ટ માટે પણ બેચલર ડિગ્રી આવશ્યક છે. લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે.

પોસ્ટનું નામ :

  • સ્ટેટિસ્ટીકલ આસિસ્ટન્ટ – 84 પોસ્ટ
  • સોશ્યલ વેલફર ઇન્સ્પેક્ટર – 07 પોસ્ટ
  • એક્સટેન્શન ઓફિસર – 04 પોસ્ટ
  • લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર – 249 પોસ્ટ

આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ રૂ. 100 એપ્લિકેશન ફી અને રૂ. 12 ચાર્જ તરીકે ભરવાના રહેશે.

નોકરીની ટૂંકી વિગતો

જગ્યા344
શૈક્ષણિક લાયકાતસંબંધિત વિષયોમાં ગ્રેજ્યુએશન
પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
અરજી કરવાની ફી100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ5-2-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

જરૂરી દસ્તાવેજો


અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે ફોટોગ્રાફ, સહી, એજ્યુકેશન સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણ પત્ર, જાતિનો દાખલો વગેરે દસ્તાવેજોની જરૂર ફોર્મ ભરતી સમયે પડશે.

કઇ રીતે કરવી અરજી

  1. www.ojas.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરો.
  2. હાલમાં દર્શાવવામાં આવતી ભરતી જાહેરાતો પૈકી GPSSB સિલેક્ટ કરો.
  3. તમે જે પોસ્ટ પર અરજી કરવા ઇચ્છો છો તે પસંદ કરો.
  4. હવે ફોર્મમાં તમામ વિગતો સાવચેતી પૂર્ણ રીતે ભરો.
  5. ઓનલાઇન અરજી ફી ચૂકવો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  6. ફોર્મ સબમિટ કરો.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો