રાષ્ટ્રીય કેરી દિવસ, National Mango Day 22 JULY

દિવસ મહિમા Date : 22/07/2022: ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના શક્ય નથી. ઉનાળો આવતા જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્વની અને પસંદની વસ્તુ છે. મેંગો શેક, કેક, આઈસ્ક્રીમ, કચુંબર, ચટણી કે અથાણું હોય, ઉનાળામાં બધી જ વસ્તુઓ મનમુકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. મહત્વની વાત એ છે કે કેરીના ચાહકો માટે ખાસ દિવસે ઉજવણી પણ કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય કેરી દિવસ છે. દર વર્ષે 22 જુલાઇએ દેશમાં કેરી દિવસ મનાવવામાં આવે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ Mangifera Indica છે. અમે તમને કેરી વિશે એવી વાતો જણાવીશું જે ભાગ્યે જ તમે જાણતા હશો.

આવો જાણીએ આજે રાષ્ટ્રીય કેરી દિવસ પર ખાટી, મીઠી કેરીના ઇતિહાસ અને મહત્વ વિશે

રાષ્ટ્રીય કેરી દિવસ ક્યારથી ઉજવાય છે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી નથી. કેરીનો લાંબો ઇતિહાસ છે. માનવામાં આવે છે કે કેરીની ઉત્પત્તિ ભારત, બર્મા (હાલના મ્યાનમાર) અને આંદામાન આઇલેન્ડ્સમાં થઈ હતી. લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં પ્રથમ વખત આંબા ઉગાડવામાં આવ્યા. ભારતીય લોકવાયકા અને ધાર્મિક સંસ્કારમાં તેનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવે છે કે આખો કેરીનો બગીચો ભગવાન બુદ્ધને ભેટ કરાયો હતો.


રાષ્ટ્રીય કેરી દિવસ

  • ભારતમાં દર વર્ષે 22 જુલાઈના રોજ ‘રાષ્ટ્રીય કેરી દિવસ’ અથવા તો ‘નેશનલ મેંગો ડે”ની ઉજવણી કરવામાં આવે છે.
  • આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રસદાર ફળ વિશે વધારેમાં વધારે માહિતી ફેલાવવાનો છે.
  • કેરીનું વૈજ્ઞાનિક નામ એંગીફેરા ઇન્ડિકા’ (Mangifera Indica) છે.
  • અને તે કાજુ પરિવાર (Anacardiaceae) સભ્ય છે.
  • તેમાં વિટામિન A, C અને D ભરપૂર માત્રામાં હોય છે. કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે.
  • ભારતના કેરળમાં કન્નુર જિલ્લાના કન્તપુરમને ‘સ્વદેશી મેન્ગો હેરિટેજ એરિયા’ જાહેર કરવામાં આવ્યો છે.
  • ૪ આ વિસ્તારમાં કેરીની 200થી વધુ જાતો ઉગાડવામાં આવે છે.

National Mango Day 22 JULY

In India alone, mangoes come in more than a hundred different varieties with unique colours, shapes and sizes. Some of the most popular varieties include Alphonso, Mallika, Malda, Balia, Amrapali, Himsagar, Fazia, Gelchia, Nigarin Kheria, Ruchika, Chorasya, Dhaman, Dhoon and Shamasi.

Mangoes were first grown in India almost 5,000 years ago. With time, the word mango (which was derived from the Malayalam word manna) began to be used by English and Spanish-speaking nations. When the Portuguese arrived in Kerala in 1498, they heard the word as ‘Manga’ and slowly began using the term mango.

The mango tree was not introduced into the Western Hemisphere until around 1700 owing to the difficulty of transporting its seeds. In the 18th century, it was successfully planted in Brazil. This juicy fruit is cultivated mostly in frost-free tropical type of climate.

રાષ્ટ્રીય કેરી દિવસ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો