શ્રી ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

“ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તકને હાથ; બહું દઈ દીધું નાથ, જા ચોથું નથી માગતું”

ઉમાશંકર જોશી

  • શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ 21 જુલાઈ, 1911ના રોજ સાંબરકાંઠા જિલ્લાના બામણા ગામે થયો હતો.
  • ‘વિશ્વશાંતિના કવિ’ તરીકે પ્રસિદ્ધ ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાનો પ્રતિનિધિ અવાજ છે.
  • તેઓ ‘વાસુકિ’ શ્રવણ’ના ઉપનામથી જાણીતા છે. તથા તેમણે 19 વર્ષની વયે સૌપ્રથમ ‘વિશ્વશાંતિ’ નામનું પ્રસિદ્ધ ખંડકાવ્ય પ્રગટ કર્યુ હતું.
  • શ્રી ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે. તેમને ‘નિશિથ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો.

સર્જન

  • ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, જુલાઈ ૨૦૧૮
  • મુખ્ય કૃતિ – નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
  • પદ્ય નાટકો – પ્રાચીના, મહાપ્રસ્થાન
  • એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત , ‘અખો’ એક અધ્યયન ;
  • વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • ચિંતન – ઇશાવાસ્યોપનિષદ
  • પ્રવાસ – યુરોપયાત્રા (અંગ્રેજી)
  • બાળગીત – સો વરસનો થા
  • સંપાદન – કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
  • તંત્રી – ‘સંસ્કૃતિ’ ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ

પુરસ્કારો

  • કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ, હિંમતનગર
  • જ્ઞાનપીઠ પુરસ્કાર – ૧૯૬૭
  • રણજિતરામ સુવર્ણચંદ્રક – ૧૯૩૯
  • નર્મદ સુવર્ણ ચંદ્રક – ૧૯૪૭
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક – ૧૯૬૩
  • સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ – ૧૯૭૩
શ્રી ઉમાશંકર જોશી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો