આધાર કાર્ડમાં હવે સુધારો ઘરે બેઠા: ઘરે બેઠા અપડેટ કરો નામ, સરનામું, જન્મતારીખ અને મોબાઈલ નંબર

આધાર કાર્ડ વગર આજકાલ કોઈ પણ કામ થવું મુશ્કેલ છે. મોટાભાગના કામ માટે આધાર નંબર જરૂરી છે. પરંતુ ઘણા લોકો અને મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તેની જાણકારીઓ અન્ય ડોક્યુમેન્ટ સાથે મેચ કરતી નથી. તો તેવામાં પરેશાન થવાની જરૂરિયાત નથી. જો તમારા આધાર કાર્ડ માં કોઈ જાણકારી મિસમેચ થઈ રહી છે તો તમે તેને ઘરે બેઠા સુધારી શકો છો.

આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો અથવા તેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી જાણકારીઓ બદલવા માંગો છો તો તમે ઘરે બેસીને સરળતાથી કરી શકો છો. તેના માટે તમારે આધાર કેન્દ્ર જવાની પણ જરૂરિયાત નથી હકીકતમાં UIDAI (The Unique Identification Authority of India) દ્વારા આપવામાં આવેલી સુવિધા અનુસાર ઘરે બેસીને આધારકાર્ડ માં કોઈપણ પ્રકારનો બદલાવ કરી શકો છો. જોકે હજુ પણ અમુક બદલાવ અને સુવિધા એવી છે જેના માટે તમારે આધાર કાર્ડ કેન્દ્ર પર જવું પડશે.

આધાર કાર્ડમાં હવે સુધારો ઘરે બેઠા

આધાર કાર્ડ માં શું-શું બદલાવ કરી શકો છો?

તમને જણાવી દઈએ કે પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તમે આધાર કાર્ડ માં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને ભાષાને ઓનલાઈન અપડેટ કરી શકો છો. તે સિવાય પરિવાર ની ડિટેલ્સ અથવા બાયોમેટ્રિક અપડેટ જેવા કામ માટે તમારે આધાર સેવા કેન્દ્ર જવું પડશે.

ધ્યાન રાખવું કે આ સુવિધા ફકત તે લોકો માટે છે જેમણે પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર કરાવી રાખેલ છે. આ પ્રક્રિયા ઓનલાઇન છે એટલા માટે OTP ની જરૂરીયાત પડશે, જે આધાર કાર્ડ સાથે જોડાયેલ છે. એજ કારણને લીધે આધારકાર્ડ માં અપડેટ કરવા માટે રજીસ્ટર મોબાઇલ નંબર અનિવાર્ય છે.

આવી રીતે કરો આધાર માં અપડેટ

 • સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ http://uidai.gov.in/ પર જવાનું રહેશે.
 • અહીંયા તમને “MY Aadhaar” સેક્શનમાં જઈને “Update Your Aadhaar” પર જવાનું રહેશે.
 • ત્યારબાદ ‘Update your Demographics Data Online’ પર ક્લિક કરો.
 • અહીંયા ક્લિક કરતાની સાથે જ તમે UIDAI ની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ssup.uidai.gov.in પર પહોંચી જશો.
 • તે સિવાય તમે ડાયરેક્ટ https://ssup.uidai.gov.in/ssup/ ઉપર પણ વિઝીટ કરી શકો છો.
 • હવે અહીંયા તમારે ‘Proceeds to Update’ આધાર પર ક્લિક કરવાનું રહેશે.
 • નવા ખુલેલા પેજ પર ૧૨ ડિજિટ ના આધાર નંબરથી લોગઇન કરવાનું રહેશે.
 • ત્યારબાદ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા ફાઇલ કરો અને સેન્ડ OTP પર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે.
 • રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલો ટીપીને નિર્ધારિત જગ્યામાં મૂકીને સબમિટ કરો.
 • હવે નવા ખુલી ગયેલ આ પેજ પર તમને બે ઓપ્શન મળશે. સપોર્ટિંગ ડોકયુમેન્ટ્સ પ્રૂફની સાથે એડ્રેસ સહિત ડેમોગ્રાફિક ડિટેલ્સ અપડેશન અને એડ્રેસ વેલીડેશન લેટર દ્વારા એડ્રેસ અપડેટ.
 • નામ, જન્મ તારીખ, લિંગ, સરનામા વગેરેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ પ્રૂફની સાથે અપડેટ કરવા માટે એપ ડેમોગ્રાફિક ડેટા પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ તમારે જે ડીટેલ અપડેટ કરવાની છે તેની પસંદગી કરો.
 • બધી ડીટેલ્સ કર્યા બાદ તમારા નંબર પર એક વેરિફિકેશન OTP આવશે અને તેને તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ ચેન્જ કરી દેવાનું છે.

ધ્યાન રાખો કે નામને અપડેટ કરવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવું જરૂરી છે. તમે પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઇડી કાર્ડ અથવા રેશન કાર્ડ અપલોડ કરી શકો છો.

આધાર કાર્ડમાં જન્મ તારીખ કેવી રીતે બદલવી

 • સૌ પ્રથમ સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ એટલે કે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાઓ.
 • આ પછી ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ પર ક્લિક કરો.
 • હવે તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને કેપ્ચા કોડની ચકાસણી કરવી પડશે.
 • ત્યારપછી સેન્ડ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો. તે તમારા મોબાઈલ ફોન પર આવશે.
 • પોર્ટલમાં પ્રાપ્ત OTP દાખલ કરો અને લોગિન કરો.
 • હવે ડેટ ઓફ બર્થ ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે તમારી સામે જે પેજ ખુલશે તેના પર તમે જે ફેરફાર કરવા માંગો છો તે કરી શકો છો.
 • વિનંતી કરેલ માહિતી દાખલ કર્યા પછી, સબમિટ કરો અને ફેરફારો સાચવો પર ક્લિક કરો.
Aadhar Card Update Official WebsiteClick Here
SocioEducation HomepageClick Here

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો