Gujarat Budget 2023,ગુજરાત બજેટ 2023-24

ગુજરાત બજેટ 2023: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી 31 માર્ચ સુધી ચાલશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 3 માર્ચના રોજ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ હશે, અને વિધાનસભાની ચૂંટણીના વર્ષ સાથે, ઘણી બધી રાહતો જાહેર થવાની શક્યતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. સુખરામ રાઠવા વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ કરશે. બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા છે.

વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારના બજેટ પર અસર પડી છે, ત્યારે ચૂંટણી વર્ષ દરમિયાન સામાજિક કલ્યાણ કાર્યક્રમો માટે વધારાના ભંડોળનું રોકાણ કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બજેટ સત્રમાં કોવિડ 19માં થયેલા મૃત્યુ, સરકારી ભરતીની પરીક્ષાઓમાં પેપર લીક અને મહિલાઓ અને ખેડૂતો સામેના ગુનાઓ અંગે ચર્ચાઓ અને દલીલોનું વર્ચસ્વ રહેવાની ધારણા રાખવામાં આવી રહી છે.

Gujarat Budget 2023 Pdf In Gujarati

State Gujarat
Document Gujarat Budget 2023-24
Year 2023-24
Status Available
Gujarat CM Shri Bhupendra Patel
Finance Minister Shri Kanubhai Desai
Principal SecretaryShri J P Gupta (IAS)
Secretary (Economic Affairs) Commissioner of BPE & Ex-officio SecretaryShri Milind Torawane (IAS)
Secretary (Expenditure)Ms. Manisha Chandra (IAS)
Format Pdf
Medium English & Gujarati
Download link Gujarat Budget Official Link

ગુજરાત બજેટ 2023 pdf

ગુજરાત સરકાર આગામી વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ડ્રોન ટેક્નોલોજી પોલિસી બહાર પાડી શકે છે, કારણ કે ડ્રોન ટેક્નોલોજીની માગ દિવસેને દિવસે વધતી જાય છે. કૃષિ જેવા અન્ય ઉદ્યોગોમાં ડ્રોનના ઉપયોગ માટે અન્ય નિયમો અને લાયસન્સની જરૂરિયાતો વિકસાવવામાં આવે તેવી અપેક્ષા છે. ડ્રોનનો ઉપયોગ ખેતરમાં દવાનો છંટકાવ કરવા, તોફાન અને કરફ્યૂ દરમિયાન સ્થિતિનું નિરીક્ષણ કરવા અને કાર્ગો પરિવહન કરવા માટે થઈ શકે છે. ડ્રોન ટેક્નોલોજી ટૂંક સમયમાં નોકરીની તકો પૂરી પાડે તેવી અપેક્ષા છે, જે રાજ્ય સરકારને વિશિષ્ટ ડ્રોન ઉડ્ડયનની તાલીમ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ નીતિના આધારે ઘણી મર્યાદાઓ પણ લાદવામાં આવી શકે છે, જેમ કે ડ્રોન ક્યાં ચલાવવું, લાયસન્સ કેવી રીતે મેળવવું અને કઈ સુરક્ષાનું પાલન કરવું જોઈએ.

ગુજરાતના બજેટ વિશે જાણી અજાણી વાતો


ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.

3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું બજેટ


ગુજરાતમાં વિવિધ તબક્કે કોઈકને કોઈક કારણોસર રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું. જેતે સમયે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 77 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

ગુજરાત બજેટ 2023

2 માર્ચથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. આજે ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. આ ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે. આ બજેટ સત્રમાં બે કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. તેમજ સરકારી બીલ ઉપર 4 દિવસ ગૃહમાં ચર્ચા થશે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે.

Gujarat Budget 2023,ગુજરાત બજેટ 2023 શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વધી શકે


ગુજરાત બજેટ 2023: વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે.આ પૈકી સૌથી મોટી કહીં શકાય તેવી વગર વ્યાજની રૂ. 3 લાખની શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વિધાનસભા સત્ર દરમિયાન વધારી રહીં હોવાનું સુત્રોનું કહેવું છે.રાજય સરકાર એવું માને છે કે,ચોમાસામાં જેટલી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે તેટલા ખેડૂતો નાણાંકીય ભીડને કારણે કદાચ શિયાળું કે ઉનાળું પાકમાં ખેતી કરતા નથી. સુત્રોના કહ્યા પ્રમાણે રાજયમાં આશરે 54 લાખ ખેડૂતો છે.આ ખેડૂતો પૈકી 29 લાખ ખેડૂતો ચોમાસામાં શોર્ટ ટર્મ ક્રોપ્સ લોન મેળવે છે,બાકીના 25 લાખ ચોમાસામાં લોન મેળવતા નથી,ચોમાસામાં રાજયમાં 90 લાખ હેકટરમાં કૃષિ થાય છે, જયારે શિયાળામાં આશરે 50 લાખ હેકટરમાં કૃષિ થાય છે,મતલબ કે ચોમાસાની સરખામણીએ શિયાળામાં 40 લાખ હેકટરમાં કૃષિ થતી નથી.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો