શ્રી ચંદ્રશેખર આઝાદ, દિવસ મહિમા Date : 23/07/2022

ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના (કાકોરી કાંડ)ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ૧૯૨૭માં રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી અને અશફાક ઊલ્લા ખાનના બલિદાન બાદ તમામ ક્રાંતિકારી જૂથોને એક કરી હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લીકન આર્મી (HSRA)ની રચના કરી હતી.

ચંદ્રશેખર આઝાદ

જન્મની વિગતચંદ્ર શેખર તિવારી
23 July 1906
ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી
મૃત્યુ27 February 1931 (ઉંમર 24)
અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોઆઝાદ
વ્યવસાયક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર
સંસ્થાહિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન)
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળ
સોન્ડર્સની હત્યા બાદ બલરાજના છદ્મ નામે હસ્તાક્ષરવાળું HSRAનું ચોપાનિયું
સોન્ડર્સની હત્યા બાદ બલરાજના છદ્મ નામે હસ્તાક્ષરવાળું HSRAનું ચોપાનિયું

શ્રી ચંદ્રશેખર આઝાદ અવસાન :


તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયું હતું. તેમના વિદ્રોહી સાથી વીરભદ્ર તિવારીની બાતમીના આધારે અંગ્રેજ પોલીસે તેમને આલ્ફ્રેડ ઉદ્યાનમાં ઘેરી લીધા હતા. પોતાની તેમજ સાથી સુખદેવ રાજની બચાવ પ્રતિક્રિયામાં તેમણે ત્રણ પોલીસ કર્મીઓને મારી નાખ્યા હતા અને અન્ય કેટલાંકને ઘાયલ કરી સુખદેવ રાજને ભાગી છૂટવામાં મદદ કરી હતી. પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાનો દારુગોળો ખતમ થતાં બચવાનો કોઈ વિકલ્પ ન રહેતાં પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઇ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી છે.

આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ (વર્તમાન પ્રયાગરાજ)
આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ (વર્તમાન પ્રયાગરાજ)

સામાન્ય જનતાને સૂચના આપ્યા વિના જ તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બાગને ઘેરી લીધો હતો અને તેમણે બ્રિટીશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસામાં નારા લગાવ્યા હતા.

દિવસ મહિમા Date : 23/07/2022

  • ક્રાંતિકારી શ્રી ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો.
  • તેમનું જન્મ સમયનું નામ શ્રી ચંદ્રશેખર તિવારી હતું.
  • તેઓ શહિદ રામપ્રસાદ બિસ્મિલ સૌથી નજીકના સાથી હતા. એ શહિદ ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓના સૌથી નજીકના સાથી હતા
  • મહાત્મા ગાંધીજીએ . સહકારનું આંદોલન ચાલુ કર્યુ ત્યારે તેઓ પણ તેમાં જોડાયા હતા. આ સમયે તેમની ઉંમર માત્ર 15 વર્ષની હતી.
  • આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ હતી અને જ્યારે ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘આઝાદ’, પિતાનું નામ ‘સ્વતંત્રતા’ અને જેલ ને ‘ઘર’ તરીકે ઓળખાવ્યું હતું.
  • 27 ફેબ્રુઆરી, 1931ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ ખાતે આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સામેની લડાઈ દરમિયાન તેમનું અવસાન થયું હતું.
પૈતૃક ગામમાં આઝાદની પ્રતિમા
પૈતૃક ગામમાં આઝાદની પ્રતિમા

“બીજાને પોતાનાથી આગળ વધતા ન જુઓ. દરરોજ તમારા પોતાના કીર્તિમાન તોડો, કારણ કે સફળતા તમારા પોતાની સાથેની એક લડાઈ છે.’

ચંદ્રશેખર આઝાદ

ગુજરાતી નિબંધ – ચંદ્રશેખર આઝાદ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય સ્વતંત્રતા સૈનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના ભાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ પંડિત સીતારામ તિવારી અને માતાનુ નામ જગદની દેવી હતુ. તેમના પિતા ઈમાનદાર, સ્વાભિમાની, સાહસી અને વચનના પાક્કા હતા. આ ગુણ ચંદ્રશેખરાને પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યો હતો.

ચંદ્રશેખર આઝાદ 14 વર્ષની આયુમાં બનારસ ગયા અને ત્યા એક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો.
ત્યા તેમણે કાયદાભંગ આંદોલનમાં યોગદન આપ્યુ હતુ. 1920-21ના વર્ષમાં તેઓ ગાંધીજીના અસહયોગ આંદોલન સાથે જોડાયા. તેઓ ધરપકડ થયા અને જજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા. જ્યા તેમને પોતાનુ નામ આઝાદ, પિતાનુ નામ સ્વતંત્રતા અને જેલ ને રહેઠાણ બતાવ્યુ.

તેમણે 15 કોડાની સજા આપવામાં% આવી, દરેક કોડા સાથે તેઓ વંદે માતરમ અને મહાત્મા ગાંધીની જય નો સ્વર બુલંદ કર્યો. ત્યારબાદ તેઓ સાર્વજનિક રૂપથી આઝાદ કહેવાયા. ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદનુ જન્મસ્થાન ભાબરા હવે આઝાદનગરના રૂપમાં ઓળખવામાં આવે છે.

જ્યારે ક્રાતિકારી આંદોલન ઉગ્ર થયુ ત્યારે આઝાદ એ તરફ ખેંચાયા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ આર્મી સાથે જોડાયા. રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં આઝાદે કાકોરી ષડયંત્ર (1925)માં સક્રિયા ભાગ લીધો અને પોલીસને આંખોમાં ઘૂળ નાખીને ફરાર થઈ ગયા.

17 ડિસેમ્બર 1928ના રોજ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને રાજગુરૂએ સાંજના સમયે લાહોરમાં પોલીસ અધીક્ષકની ઓફિસને ધેરી લીધી અને જેવા જે.પી. સાર્ડર્સ પોતાના અંગરક્ષક સાથે મોટર સાઈકલ પર બેસીની નીકળ્યા તો રાજગુરૂએ પહેલી ગોળી મારી. જે સાંડર્સના માથા પર વાગી અને તેઓ મોટરસાઈકલ પરથી નીચે પડી ગયા. પછી ભગત સિંહે આગળ આવીને 4-6 ગોળીઓ મારીને તેમને એકદમ ઠંડા કરી નાખ્યા.

જ્યારે સાંડર્સના અંગરક્ષકે તેમનો પીછો કર્યો તો ચંદ્રશેખર આઝાદે પોતાની ગોળીથી તેને પણ સમાપ્ત કર્યો.

એટલુ જ નહી લાહોરમાં અનેક સ્થાન પર પોસ્ટર ચિપકાવી દીધા. જેના પર લખ્યુ હતુ – લાલા લજપતરાયના મોતનો બદલો લઈ લેવામાં આવ્યો છે. તેમના આ પગલાનુ સમસ્ત ભારતના ક્રાંતિકારીઓએ ખૂબ સ્વાગત કર્યુ.

અલફ્રેંડ પાર્ક ઈલાહાબાદમાં 1931માં તેણે રૂસની બૉલ્શેવિક ક્રાંતિની તર્જ પર સમાજવાદી ક્રાંતિનુ આહ્વાન કર્યુ.
તેમણે સંકલ્પ કર્યો હતો કે તેઓ ન ક્યારેય પકડાશે અને ન બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે.
આ સંકલ્પને પૂરો કરવા માટે તેમણે 27 ફેબ્રુઆરી 1931 ના રોજ આ પાર્કમાં ખુદને ગોળી મારીને માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી.

ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો