ગુજરાત પોલીસ ભરતી: ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના આજના લેટેસ્ટ સમાચાર

LRD ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હસમુખ પટેલે જણાવ્યું કે, ‘જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.’

LRD ભરતીને લઇને બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ LRD ભરતીના વેઈટિંગ લિસ્ટને લઇને હસમુખ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે. લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ ન હતો.’

ગુજરાત પોલીસ ભરતી: ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના આજના લેટેસ્ટ સમાચાર

હસમુખ પટેલે જણાવ્યું કે આન્સર કી મુદે 1 હજાર 250થી વધુ વાંધા મળ્યા હતા. જે બાદ 27 એપ્રિલના રોજ બેઠક યોજી તે દિવસે જ ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર મુકવામાં આવી હતી. જે બાદ પણ અનેક ઉમેદવારો તરફથી લેખિત અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ભરતી બોર્ડ સમક્ષ મુકેલા વિવિધ સોર્સિસ પણ અમે ધ્યાને લીધા છે. બોર્ડ દ્વારા અત્યાર સુધી મળેલા તમામ વાંધાઓની સમીક્ષા કરવામાં આવી છે. 27 તારીખે જે ફાઇનલ આન્સર કી મુકાઇ છે તેમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે.

જણાવી દઇએ કે યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10મી એપ્રિલે લેવાયેલી LRD ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં સાત કે તેથી વધુ પ્રશ્નોના જવાબ ભૂલભરેલાં છે. સાથે જ આ જવાબો ખોટાં હોવાનો દાવો રજૂ કરતી વખતે શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોમાં છપાયેલી વિગતો પણ રજૂ કરી છે જેની સાથે આન્સર કીના જવાબો સુસંગત નથી.

ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ થશે તેવું જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી 20 ટકા વેઈટિંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના આજના લેટેસ્ટ સમાચાર

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો