મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.
દિવસ મહિમા 19/07/2022
મંગલ પાંડેનો જન્મ સુપરત કરાયેલા અને જીતેલા પ્રાંત (સીડેડ એન્ડ કોન્કર્ડ પ્રોવીન્સ – હાલનું ઉત્તર પ્રદેશ)ના બલિયા જિલ્લામાં નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૮૪૯માં બંગાળ સેનામાં જોડાયા. માર્ચ ૧૮૫૭માં ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)ની પાંચમી કંપનીમાં તેઓ નિજી સૈનિક (પ્રાયવેટ સોલ્જર) હતા.
શ્રી મંગલ પાંડે, Mangal Pandey
- ભારતીય સ્વતંત્રતા સેનાની શ્રી મંગલ પાંડેનો જન્મ 19 જુલાઇ, 1827ના રોજ ઉત્તરપ્રદેશના બાલિયા જિલ્લાના નાગવા ખાતે થયો હતો.
- વર્ષ 1849માં માત્ર 22 વર્ષની ઉંમરે તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની 34મી બંગાળ નેટિવ ઈન્ફેન્ટ્રીની છઠ્ઠી કંપનીમાં નોકરી લીધી હતી.
- 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ સૈનિકો હતા. જાન્યુઆરી 1857માં એક માહિતી મુજબ ગાય છે બી ચ ઉપયોગ નવી ‘એનફિલ્ડ’ રાઈફલના કારતુસમાં થાય છે.
- સૈનિકોએ રાઈફલ તોડ કરતાં પહેલાં તેમના મોં થી કારતુસ ખોલવાનું હતું આથી મ બંનેએ ઉપયોગ કરવાની ના હિન્દુ અને મુસ્લિમ બંનેએ તેમનો ઉપયોગ કરવાની ના પાડી હતી.
- ૮ માર્ચ 1857માં શ્રી મંગલ પાંડેએ નવી રાઈફલના ઉપયોગ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેના ઉપરી અધિકારી પર હુમલો કર્યો હતો.
- ક્રાંતિકારી શ્રી મંગલ પાંડેને 8 એપ્રિલ, 1857ના રોજ મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી. તેઓ 1857ના સંગ્રામના પ્રથમ શહિદ હતા.
- વર્ષ 1984માં ભારત સરકાર દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી હતી.