શ્રી નેલ્સન મંડેલા, દિવસ મહિમા Date: 18/07/2022

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela) (ઢાંચો: IPA-xh) (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા. જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.

દિવસ મહિમા Date: 18/07/2022

ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.

તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.

શ્રી નેલ્સન મંડેલા- Nelson Rolihlahla Mandela

  • દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ, 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના મેવોઝ કેપ પ્રાંત ખાતે થયો હતો.
  • તેમનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં ‘નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ નાબૂદ કર“તરરાષ્ટ્રીય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
  • શ્રી નેલ્સન મંડેલાને તેમના દેશમાં તે જ સ્થાન છે જે આપણા
  • ” મહાત્મા ગાંધીજીની જેમ અહિં તેમાં મહાત્મા ગાંધીજીનું છે. 0. માર્ગ પર ચાલનારા શ્રી નેલ્સન મંડેલાએ તારા મા તમન મા રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.
  • જેલમાંથી મુક્ત થયા બાદ સમાધાન અને શાંતિની નીતિ દ્વારા તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો હતો. 18 July
  • વર્ષ 1994માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત બિન-રંગભેદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મત મળ્યા હતા. આ સાથે શ્રી નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત (કાળા) રાષ્ટ્રપતિ બન્યા હતા.
  • શ્રી નેલ્સન મંડેલાને આફ્રિકાના ગાંધી’ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી નેલ્સન મંડેલા, દિવસ મહિમા Date: 18/07/2022

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો